SAT Khel Sahayak Bharti – ખેલ અભિરૂચિ કસોટી (SAT) – ૨૦૨૩ Notification

State examination board announcement Gujarat Sports Aptitude Test (SAT) 2023: full Details

“ખેલ અભિરૂચિ કસોટી (SAT) – ૨૦૨૩”

રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ યોગ્ય રીતે થઈ શકે તથા યોગ, શારીરિક શિક્ષણ, તથા રમત ગમતમાં રસ રૂચી વધે તથા ભવિષ્યમાં યોજાનાર રાષ્ટ્રીય ખેલકૂદ સ્પર્ધાઓમાં ગુજરાતનાં વિદ્યાર્થીઓ વધુમાં વધુ સંખ્યામાં પ્રતિનિધિત્વ કરી નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી શકે તે માટે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રમત ગમત અને ખેલકૂદ માટે તૈયાર કરવા ઉચ્ચક માનદવેતનથી કરાર આધારિત “ખેલ સહાયક યોજના’ શિક્ષણ વિભાગનાં ઠરાવ
ક્રમાંક:પીઆરઈ-૧૧૨૦૨૩-પ્રાશિનિ-૨૮-ક (પાર્ટ), તા:૧૦/૦૭/૨૦૨૩ થી અમલમાં મુકવાનું ઠરાવવામાં આવેલ છે. આ ઠરાવ અંતર્ગત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખેલ સહાયકની નિમણુક મેળવવા માટેની જરૂરી લાયકાત મેળવવા માટે આવશ્યક “ખેલ અભિરૂચિ કસોટી (SAT)” યોજવા અંગે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરને અધિકૃત કરવામાં આવેલ છે.

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખેલ સહાયકની નિમણુક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે “ખેલ અભિરૂચિ કસોટી (SAT) – ૨૦૨૩” યોજવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ પરીક્ષાનુ આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડનાં સંચાલન હેઠળ નક્કી કરેલ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ મારફત કરવામાં આવશે.

- Advertisement -

“ખેલ અભિરૂચિ કસોટી (SAT) – ૨૦૨૩” નો કાર્યક્રમ:

જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ: ૧૩/૦૭/૨૦૨૩
વર્તમાનપત્રોમાં કસોટીઅંગેની જાહેરાત પ્રસિદ્ધ કરવાની તારીખ: ૧૪/૦૭/૨૦૨૩
ઉમેદવારો રજીસ્ટ્રેશ ફોર્મ ઓનલાઇન ભરવાનો સમયગાળો: ૧૯/૦૭/૨૦૨૩ થી ૦૪/૦૮/૨૦૨૩
નેટ બેંકિંગ મારફત ફી સ્વીકારવાનો સમયગાળો: ૧૯/૦૭/૨૦૨૩ થી ૦૫/૦૮/૨૦૨૩
પરીક્ષાની તારીખ: ૨૦/૦૮/૨૦૨૩

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Follow us on Google News Join Now

About the admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More From: ગુજરાત સરકારી નોકરી